તિથી ઉત્સવ
- મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા
ઇષ્ટદેવશ્રી દાણવાવીર દાદાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ૨૦૪૮ આસો સુદ ૧૧॥ થી ૧૪ તા.૦૭/૦૮/૦૯/૧૦, ૧૯૯૨ ના રોજ ઉજવવામાં આવ્યો. આ યજ્ઞના આચાર્ય પદે નાના લીલીયાના શાસ્ત્રી શ્રી ભીખુભાઇ લાભશંકરભાઇ પંડયાએ શ્રી દાણવાવીર દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે.
- તિથી ઉત્સવ
આંબલીયા પરીવારના ઇષ્ટદેવશ્રી દાણવાવીર દાદાની તિથી આસો સુદ ૧૪ ના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે. આ ભવ્ય ઉત્સવ ઉજવવા ધર્મ પ્રેમી ભાઇઓ-બહેનો ઉમટી પડી છે. દાદાનું આંગણું ઝળહળી ઉઠે છે, અસંખ્ય ભક્તો આવેશમાં આવી દાદાને લાડ લડાવે છે. નરનારીઓ દાદાની ઝળહળતી જ્યોતુ પ્રગટાવે છે. ડફલી, ડાક, શરણાયુંના નાદથી એક સંગીતમય દિશાઓ ગાજી ઉઠે છે. આંબલીયા કુટુંબથી માંડીને અઢારે વરણ દાણવાવીર દાદાનો જય જયકાર બોલે છે. રસોડાઓના ચુલા પ્રગટી ઉઠે છે અને વૃક્ષોની શિતળ છાયાઓ નીચે હરી હર માટે લાંબી કતારો જામે છે. મંડપો શણગારવામાં આવ્યા હોય છે. લાઇટ, પાણી, જમવા, બેસવા-ઉઠવા માટે અનોખી ભાત પાડે એવા ભાતીગળ અને સંસ્કારી સ્વયંસેવકોની સેવા એટલે સેવા જ કહેવાય છે.
દાદાની પ્રથમ તિથી થી લઇને આજ સુધીની તિથીનું લીસ્ટ નીચે મુજબ છે.
૧. સવંત ૨૦૪૯ આસો સુદ ૧૪ ને શુક્રવાર તા.૨૯-૧૦-૧૯૯૩
૨. સવંત ૨૦૫૦ આસો સુદ ૧૪ ને મંગળવાર તા.૧૮-૧૦-૧૯૯૪
૩. સવંત ૨૦૫૧ આસો સુદ ૧૪ ને શનિવાર તા.૦૭-૧૦-૧૯૯૫
૪. સવંત ૨૦૫૨ આસો સુદ ૧૪ ને શુક્રવાર તા.૨૫-૧૦-૧૯૯૬
૫. સવંત ૨૦૫૩ આસો સુદ ૧૪ ને મંગળવાર તા.૧૪-૧૦-૧૯૯૭
૬. સવંત ૨૦૫૪ આસો સુદ ૧૪ ને રવિવાર તા.૦૪-૧૦-૧૯૯૮
૭. સવંત ૨૦૫૫ આસો સુદ ૧૪ ને શનિવાર તા.૨૩-૧૦-૧૯૯૯
૮. સવંત ૨૦૫૬ આસો સુદ ૧૪ ને ગુરૂવાર તા.૧૨-૧૦-૨૦૦૦
૯. સવંત ૨૦૫૭ આસો સુદ ૧૪ ને બુધવાર તા.૩૧-૧૦-૨૦૦૧
૧૦. સવંત ૨૦૫૮ આસો સુદ ૧૪ ને રવિવાર તા.૨૦-૧૦-૨૦૦૨
૧૧. સવંત ૨૦૫૯ આસો સુદ ૧૪ ને ગુરૂવાર તા.૦૯-૧૦-૨૦૦૩
૧૨. સવંત ૨૦૬૦ આસો સુદ ૧૪ ને બુધવાર તા.૨૭-૧૦-૨૦૦૪
૧૩. સવંત ૨૦૬૧ આસો સુદ ૧૪ ને રવિવાર તા.૧૬-૧૦-૨૦૦૫
૧૪. સવંત ૨૦૬૨ આસો સુદ ૧૪ ને શુક્રવાર તા.૦૬-૧૦-૨૦૦૬
૧૫. સવંત ૨૦૬૩ આસો સુદ ૧૪ ને ગુરૂવાર તા.૨૫-૧૦-૨૦૦૭
૧૬. સવંત ૨૦૬૪ આસો સુદ ૧૪ ને સોમવાર તા.૧૩-૧૦-૨૦૦૮
૧૭. સવંત ૨૦૬૫ આસો સુદ ૧૪ ને શનિવાર તા.૦૩-૧૦-૨૦૦૯
૧૮. સવંત ૨૦૬૬ આસો સુદ ૧૪ ને ગુરૂવાર તા.૨૧-૧૦-૨૦૧૦
૧૯. સવંત ૨૦૬૭ આસો સુદ ૧૪ ને સોમવાર તા.૧૦-૧૦-૨૦૧૧
૨૦. સવંત ૨૦૬૮ આસો સુદ ૧૪ ને રવિવાર તા.૨૮-૧૦-૨૦૧૨
૨૧. સવંત ૨૦૬૯ આસો સુદ ૧૪ ને ગુરૂવાર તા.૧૭-૧૦-૨૦૧૩
૨૨. સવંત ૨૦૭૦ આસો સુદ ૧૪ ને મંગળવાર તા.૦૭-૧૦-૨૦૧૪
૨૩. સવંત ૨૦૭૧ આસો સુદ ૧૪ ને સોમવાર તા. ૨૬-૧૦-૨૦૧૫
૨૪. સવંત ૨૦૭૨ આસો સુદ ૧૪ ને શનિવાર તા. ૧૫.૧૦.૨૦૧૬
૨9૫. સવંત ૨૦૭૩ આસો સુદ ૧૪ ને બુધવાર તા. ૪.૧૦.૨૦૧૭
૨૬. સવંત ૨૦૭૪ આસો સુદ ૧૪ ને મંગળવાર તા. ૨૩-૧૦-૨૦૧૮
૨૭. સવંત ૨૦૭૫ આસો સુદ ૧૪ ને શનિવાર તા. ૧૨.૧૦.૨૦૧૯
૨૮. કોરોના મહામારી - લોકડાઉન - ઉત્સવ બંધ રહેલ.
૨૯. સવંત ૨૦૭૭ આસો સુદ ૧૪ ને મંગળવાર તા. ૧૯.૧૦.૨૦૨૧
૩૦ . સવંત ૨૦૭૮ આસો સુદ ૧૪ ને શનીવાર તા. ૮.૧૦.૨૦૨૨
૩૧. સવંત ૨૦૭૮ આસો સુદ ૧૪ ને ગુરુવાર તા. ૨૭.૧૦.૨૦૨૩