પૌરાણિક વાવ
ભાવનગર જીલ્લાનું એક ધાર્મિક ધામ એટલે શિહોર…..શિહોરની આજુ-બાજુ આવેલ કુદરતી પહાડો, મંદિરો અને નદીઓ આવેલી છે. આ કુદરતની એક અદભુત પ્રકૃતિ પથરાયેલી છે આ પ્રકૃતિની વચ્ચે દેવગાણાના રસ્તે બોખલી વાવ આવેલી છે. આ વાવ આશરે ૨૦૦૦ (બે હજાર) વર્ષ જુની છે. વાવની અંદર કુલ ૪ (ચાર) મિનારા (દરવાજા) આવેલા છે અને ઉપરથી છેક નીચે સુધી ૮૪ પગથીયા આવેલા છે. આ વાવ કુદરતી પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે. હાલમાં આ વાવની ઉપર લોખંડની ૪ ફુટ ઉંચી જાળી બનાવવામાં આવેલ છે.